Wednesday, March 18, 2020

સુરત ની પ્રખ્યાત આલુપુરી: (Aloo Puri)



સુરત ની પ્રખ્યાત આલુપુરી: (Aloo Puri)

સામગ્રી:

૧ વાટકી સફેદ વટાણા
1 ચમચી - તેલ
૨૫૦ ગ્રામ  - મૈંદો
કોકમ નું પાણી
લીલા મરચાં ની ચટણી
ચાટ મસાલો
કાંદા(લાંબા લાંબા છીણવા)
મીઠું,
હળદર,
લીલા મરચાં
લીંબુ
સેવ
ચીઝ(optional)

રીત:
 રગડો બનાવવા ની રીત:

- સફેદ વટાણા ને ૪-૫ કલાક પલાળી રાખો અને પછી કુકર માં બાફીલો.
- હવે એક પેન માં ૩ ચમચી તેલ નાખી બાફેલા વટાણા ને વઘારી લો. તેમાં સ્વાદ મુજબ મીઠું,હળદર,લીલા મરચાં ની પેસ્ટ અને પાણી નાખી ધીમા ગેસ પર ઉકળવા દો. ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી લો.
.
•લીલા મરચાં ની ચટણી બનાવવા ની રીત:

- ૫૦ ગ્રામ ઝીણાં મરચા જાર માં લઈ તેમાં થોડું લીંબુ,મીઠું અને થોડું પાણી નાખી ચટણી તૈયાર કરો.

•કોકમ નુ પાણી બનાવવા ની રીત:

- ૧ વાટકી કોકમ અને ૭-૮ ખજુર બન્ને ને ૧-૨ કલાક પલાળી તેને ઉકાળી લો.મિક્ષ્ચર અથવા બ્લેન્ડર થી મિક્ષ્સ કરી લો.

- મિક્ષ્ચર થઇ ગયા બાદ તેને ચારણી ની મદદથી ગાળી લાે અને સ્વાદ મુજબ મીઠું નાખો.

•આલુપુરી ની પુરી બનાવવા ની રીત:

- એક બાઉલ માં મૈંદાનો લોટ ચાળી લો હવે કેમાં મોણ નાખી રોટલી નાં લોટ જેવો કણક બાંધી ૧-૨ કલાક રહેવા દો.
- હવે મોટી રોટલી વણી લો અને નાની પુરીનાં સાઇઝ ના મોલ્ડ/ કુકી કટર ની મદદથી એક સરખી પુરી બનાવી લો.(પુરી પાનીપુરી ના સાઈઝની)
- પુરી તૈયાર કરી તેને ધીરા ગેસ પર કાચી પાકી તળી લો.

•આલુપુરી તૈયાર કરવા ની રીત:

- એક પ્લેટ માં ૬-૭ પુરી ગોઠવી લો. તેમાં પહેલા બનાવેલ રગડો ૧-૧ ચમચી નાંખો,પછી તેના પર મરચાનુ પાણી,કોકમ નુ પાણી નાખો. અને પછી છેલ્લે કાંદા , ચાટ મસાલો નાંખો અને છેલ્લે સેવ નાખો.
આલુપુરી પર છીણેલુ ચીઝ નાખી પણ સર્વ કરી શકાય
(સાદી સેવ ના જગ્યા પર લાલ ઝીણી સેવ પણ નાખી શકાય)
(આલુપુરી માં લોકો ચીઝ આલુપુરી નાખી પણ ખાતા હોય છે તો ચીઝ આલુપુરી પણ થઇ શકે છે)..





No comments:

Post a Comment