Wednesday, April 8, 2020

સ્ટફ્ડ મોનેકો સેવપુરી વ્હીલસ ( STUFFED MONECO SEVPURI WHEELS )



સ્ટફ્ડ મોનેકો સેવપુરી વ્હીલસ.

આજે મે એક અલગ રીત થી સેવ  પુરી  બનાવવા ની ટ્રાઇ કરી છે જે બાળકો થી  લઈ મોટા બધાને  ભાવે અેવી આ રેસીપી જે કોઇ પાર્ટી માં સ્ટાર્ટર તરીકે મુકી શકાય છે.આ એક રેસસીપી ને બર્થ ડે પાર્ટી હોય કે કીટી પાર્ટી કે ગેટ ટુ ગેધર બધે આ મોનેકો સેવપુરી વ્હીલસ.મુકી શકાય છે.

સામગ્રી : 

1 પેકેટ સોલ્ટેડ મોનેકો 

1 થી 2 મીડીયમ બટેકા

૨ – કેપ્સીકમ

૨ થી ૩- મિડીયમ સાઈઝ નાં કાંદા

૨ થી ૩ - મિડીયમ સાઈઝ નાં ટમેટા

૧ - નાની કાકડી / ગાજર(optional)

૧ - નાનો બાઉલ(વાટકી) કોથમીરની ચટણી

1 tbsp  આમલી ની ચટણી

1 tbsp ચાટ મસાલો

1 tbsp દાદમ ના દાણાં

મીઠુ

ચીઝ ક્યુબ


રીત : 

1. સૌ પ્રથમ એક બાઉલ માં બાફેલા બટેકાને મેશ કરી લો.
હવે તેમા બારીક સમારેલ કાંદા ટમેટા અને કેપ્સીકમ નાખી મીક્સ કરી લો.

2. હવે તેમા લીલી ચટણી, ખજૂર આમલી ની ચટણી અને લસણ ની ચટણી નાખી લો અને બરાબર સ્પેટ્યૂલા ની મદદથી મીક્સ કરી લો.

3. પછી તેમા ચાટ મસાલો, મીઠુ નાંખી  બરોબર હલાવી લો.અને આ મિક્ચર ને સાઇડ પર મૂકી દો.

4. હવે એક ડીશ મા મોનેકો  બીસ્કીટ લો અને અને તેના પર બનાવેલ મિક્સચર ચમચી વડે મૂકી તેના પર બીજૂ મોનેકો  ગોઠવી સેવ થી રોલ કરી લો.અને આ રીતે બીજા મોનેકો સેવ પૂરી રેડી કરો

5. હવે બીજા પણ આ રીતે રેડી થઇ  જાય એટલે સર્વીંગ પ્લેટ માં સર્વ કરો

6.તો રેડી છે મોનેકો સેવ પૂરી તરત જ બનાવી સર્વ કરવા.

 નોંધ 
આ મોનેકો સેવ પૂરી ખાવાના સમય પર જ બનાવૂ નહી તો હવાઈ જશે.


No comments:

Post a Comment