લસણીયા બટેકા અને ભુંગળા એક સૌરાષ્ટ્ર સાઈડ મળતી પ્રખ્યાત વાનગી છે.જે ઓથેન્ટીક રીતે બનાવ્યુ છે.
સામગ્રી:
10-15 બેબી પોટેટો
2-3 tbsp લાલ મરચું
1 tbsp ધણાંજીરુ પાવડર
ચપટી હળદર
6-7 કળી લસણ
5-6 ટીપા લીંબુ જ્યુસ
મીઠું સ્વાદ મુજબ
રીત:
લસણની ચટણી બનાવવા:
1) લસણ,લાલ મરચું અને મીઠુ નાખી ખાંડી લો/મિક્ષર માં પીસી લો.
2)બેબી પોટેટો ને બાફી છાલ કાઢી નાંખી રેડી કરો.
3) એક પેન માં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં બટેટા નાખો.તેમાં લસણની જે પેસ્ટમાં પણી નાંખી લિકવીડ જેવી બનાવી એમાં નાખી દો.
4)તેમાં લાલ મરચું,ધાણાજીરૂ,હળદર અને મીઠુ નાખી હલાવી લો.અને પછી તેમાં લીંબુ નાં ટીપા નાખો જેથી તેલ ઉપર દેખાવા લાગે.5-6 મિનીટ ઉકળવા દો.ગરમા ગરમ સર્વ કરો. લસણીયા બટેકા અને ભુંગળા.
5) તો રેડી છે લસણીયા બટેકા.તેને ભુંગળા સાથે સર્વ કરો.
No comments:
Post a Comment