Monday, March 4, 2019

STRAWBERRY MOUSSE:






સ્ટ્રોબેરી મૂઝ (strawberry mousse)

ચોકલેટ ગનાશ, ચોકલેટ મૂઝ બધાનુ ફેવરીટ હોય છે, સ્ટ્રોબેરી પણ બધાની ફેવરીટ હોય છે. અને સ્ટ્રોબેરી ની સીઝન છે તો ચાલો આજે મે સ્ટ્રોબેરી મૂઝ ટ્રાય કર્યું છે નાના મોટા બધાને જ ભાવે એવુ છે .તમે આ મુઝ ને ડેઝર્ટ  તરીકે કોઈ પણ પાર્ટી માં સર્વ કરી શકો છો.અને બીલીવ મી  તમારા ઘરે આવેલા તમામ મહેમાનો ને સ્ટ્રોબેરી મૂઝ ખૂબજ પસંદ આવશે અને તમે પણ બધાજ ફંકશન માં સ્ટ્રોબેરી મૂઝ જ બનાવવા નું પ્રીફર કરશો.


સામગ્રી :

1 કપ   ફ્રેશ  સ્ટ્રોબેરી ( નાના પીસ કરી લો)
1 કપ   ફ્રેશ સ્ટ્રોબેરી ક્રશ
ખાંડ (સ્વાદ મુજબ)
500 ગ્રામ -  ફ્રેશ ક્રીમ (Amul fresh cream/Richie's cooking/fresh cream)
1 કપ  વ્હીપ ક્રીમ (optional)


 રીત:

1. સૌ પ્રથમ ફ્રેશ ક્રીમ ને 4 -5 કલાક ચિલ્ડ કરવા મૂકો.હવે આ ફ્રેશ ક્રીમ એકદમ ચિલ્ડ થઈ જાય એટલે એને હેન્ડ બીટર ની મદદ થી  બરાબર હલાવી લો અને ફરીથી ફ્રેશ ક્રીમને ફ્રીજ માં સેટ કરવા મૂકી દો.

2. એક વ્હીપ ક્રીમ ને બીટર ના મદદથી બીટ કરી ને મૂકી દો.(optional)

3. નાની કાપેલી સ્ટ્રોબેરી માં ½ ચમચી ખાંડ નાંખી ફ્રીજ માં મૂકી દો.

આમ કરવાથી  ફ્રેશ ક્રીમમાં સ્ટ્રોબેરી નો નેચરલ રેડ કલર પકડાવા લાગશે.

4. હવે ફ્રેશ ક્રીમ  માં નાના પીસ કરેલી  ખાંડ નાખી સેટ કરેલ ફ્રેશ સ્ટ્રોબેરી હલાવી લો. એમ કરવા થી સ્ટ્રોબેરીનો કલર પકડાઈ જશે.અને હવે ધીમે ધીમે ફ્રેશ સ્ટ્રોબેરીનુ  ક્રશ /પલ્પ નાંખી હલાવવા લાગો. જો સ્ટ્રોબેરીનુ ટેસ્ટનાં લાગે   પલ્પ ઉમેરતા જવુ.

5. હવે તેમાં 3 થી 4 ચમચી ખાંડ નાખી બીટર ના મદદ થી  બરાબર હલાવી 1 થી 2 ચમચી વ્હીપ ક્રીમ નાંંખી હલાવી ફ્રીજ માં સેટ થવા/ચિલ્ડ થવા મુકી દો.

6. હવે  એક સર્વ કરવા નાના શોટ લો હવે સ્ટ્રોબેરીને મૂકી તેમાં સ્ટ્રોબેરી મૂઝ સેટ કરો.સ્ટ્રોબેરીની મદદથી ગાર્નીશ કરી ચિલ્ડ સર્વ કરો.
(તમે વ્હીપ ક્રીમનાં મદદથી પણ ગાર્નીશ કરી શકાય.)



No comments:

Post a Comment