Tuesday, February 4, 2020

COLD COFFEE SHOTS WITH CRISPY CHOCO BALLS




કોલ્ડકોફી  શોટ્સ વિથ ક્રીસ્પી ચોકો બોલ્સ :
(COLD COFFEE SHOTS WITH CRISPY CHOCO BALLS)

આ એક ફફયુઝન ડેઝર્ટ જે આફ્ટર ડીનર સર્વ કરી શકાય. ચોકો બોલ્સ ને કોલ્ડ કોફી સાથે  સર્વ કરવા માં આવે છે.

કોલ્ડ કોફી  શોટ્સ બનાવવા માટે:

સામગ્રી:

2 to 3 tsp -  કોફી
3 tbsp - ખાંડ
1.5 tsp - કોકો પાવડર
2 tsp - ગરમ પાણી
2  cup - દૂધ
3 cup - વેનીલા આઈસક્રીમ
2 tbsp - ચોકોચીપ

ચોકો બોલ્સ બનાવવા માટે :

6 to 7 પાનીપુરી
¼ ડાર્ક  ચોકલેટ સ્લેબ

ગાર્નીશીંગ માટે :
ફુદીનો


 કોલ્ડ કોફી શોટ્સ બનાવવા માટે રીત :

1. સૌ પ્રથમ એક કપ/મગ માં ખાંડ અને કોફી લો.
હવે તેમાં 2 ચમચી પાણી નાંખી લો. અને ફોર્ક નાં  મદદથી 7 થી 8 મીનીટ હલાવો. હવે ધીમે ધીમે કોકો પાવડર ઉમેરતા જાય.જ્યાં સુધી એક સ્મુધ અને ફલ્ફી કન્સીસ્ટન્સી ના થાય ત્યાં સુધી ફીણવું.
હવે એક પેન માં / મિક્સર માં દુધને કાઢો  
લો. હવે આ જે કોફી  બનાવી છે એમાં નાખી લો હવે તેમા આઈસ્ક્રીમ, બરફનાં ટુકડા ,ચોકોચીપ નાખો.મીક્સર માં ફેરવી લો.
આઈસ્ક્રીમ ઓછો લાગે તો વધારે નાખવો.
તો રેડી છે  આજે બનાવો  આ કોલ્ડ કોફી .

ચોકો બોલ્સ બનાવવા માટે :

સૌ પ્રથમ એક બાઉલ માં સ્લેબ ને  કાપી માઈક્રરોવેવ માં મેલ્ટ કરી 
લો. તેમા થોડુ બટર નાંખો. હવે પ્રોપર મિક્સ કરી લો.
હવે પાનીપુરી અેક સાઈડ થી કાણું પાડી ફોર્ક ના મદદ થી સપોર્ટ રાખી મેલ્ટેડ ચોકલેટ માં ડીપ કરી લો આમ બધી જ પુરી આમ કરી લો. અને 30 મિનીટ  ફ્રીઝ માં સેટ થવા દો.
તો  રેડી છે ક્રીસ્પ  ચોકો બોલ્સ.

હવે શોટ્સ ગ્લાસ માં  કોફી નાખી તેના પર  ચોકો બોલ્સ ગોઠવી ફુદીના થી ગાર્નીશ  કરો.

તો રેડી છે કોલ્ડ કોફી  શોટ્સ વિથ ક્રીસ્પી ચોકો બોલ્સ 



No comments:

Post a Comment