Sunday, June 14, 2020

પાંઉ ગાંઠીયા


પાંઉ ગાંઠીયા જેમને નથી ખબર આ શું છે તો તેમને સાંભળી ને થોડી નવાઈ લાગશે કે આ તે વળી કેવી ડીશ ?
તો ચાલો  આજે  હુ તમને એની બનાવવા ની રીત જણાવ.
આ પાંઉ ગાંઠીયા એ એક (સૌરાષ્ટ્ર )ભાવનગર ની પ્રખ્યાત ડીશ છે.
અને એ  પાંઉ ગાંઠીયા માં પાંઉ તીખા ગાંઠીયા,અને તેના પર તીખી ખાટી કાંદાની ચટણી નાંખી ખાવા માં આવે છે. 



સામગ્રી

4 થી 5 કાંદા

3 કપ પાણી

5 થી 6 વડાપાંઉ ના પાંવ

3 ચમચી કાશ્મીરી લાલ મરચું

2 લીંબુ નો રસ(ખટાશ ઓછી લાગે તો વધારે નાખી શકાય)

મીંઠુ સ્વાદ મૂજબ

રીત 

1. સૌ પ્રથમ એક બાઉલ માં કાંદાને છીણી અડધી કલાક પાણી માં પલાળી રાખો. જેથી કાંદાની સ્મેલ જતી રહે.

2. બીજા બાઉલ માં ઠંડુ પાણી લો. એમાં લીંબુનો રસ, અને 2 થી 3 ચમચી કાશ્મિરી લાલ મરચું અને મીઠું નાખી હલાવી ફ્રીઝ માં ઠંડુ કરવા મુકી દો.

3. હવે જે  કાંદા ને જ પાણી માઅં પલાળ્યા છે અે પાણી કાઢી લઈ ફરી 1 થી 2 વાર પાણી થી ધોઈ ને જે પાણણ બનાવ્યુ છે એમાં નાખી હલાવી જો મીઠું મરચું કે ખટાશ ઓછુ લાગે તો ઉમેરી ઠંડુ કરવા મુકી દો.

4. હવે પછી જ્યારે ખાવુ હોય ત્યારે
એક બાઉલ માં પાઉં નાં નાના નાના ટુકડા કરો,તેમાં તીખા ગાંઠીયા નાખો અને પછી તેની પર કાંદાની ચટણી નાંખો. આ ચટણી બધી જ જગ્યા  પર આવે એવી રીતે નાંખવુ, (કોરૂ કોરૂ લાગવુ ન જોઈએ.)
તો રેડી છે ભાવનગર નાં પ્રખ્યાત પાંઉ ગાંઠીયા.

• આ બંન્નને ને સાથેજ  જોડી માં મીક્સ કરી ને જ ખવાય છે
તેમજ તેની સાથે એ લોકો ખાટ્ટી મીઠી સેન્ડવીચ પણ ખાતા હોય છે. તો તમે એ પણ સાથે બનાવી શકો છો(ફ્કત લીલી ચટણી અને મીઠી જામ વાળી)

No comments:

Post a Comment