Friday, June 26, 2020

પીઝા સેન્ડવીચ



દરરોજ શાક રોટલી ખાઈ કંટાળ્યા છો તો ચાલો આજે કઈક ચટપટુ ટેસ્ટી બનાવીએ.ચીઝ અને વેજ.થી ભરપુર સેન્ડવીચ પીઝા બનાવીએ.

Course:  પાર્ટી સ્નેકસ
Cuisine: indian
Keyword: પીઝા સેન્ડવીચ
Prep. Time: 10 થી 15 મીનીટ
Cook time : 8 થી 10 મીનીટ
Total time: 20 મીનીટ
Serving : 3 
Author: ખુશ્બુ દોશી.
 

સામગ્રી:

૬- સ્લાઈઝ બ્રેડ (મીડીયમ સાઈઝનું)

૨ – કેપ્સીકમ

૨ થી ૩- મિડીયમ સાઈઝ નાં કાંદા

૨ થી ૩ - મિડીયમ સાઈઝ નાં ટમેટા

૧ - નાની કાકડી / ગાજર(optional)
(જેમને નાખવા હોય નાખી શકે છે) 

૧ - નાનો બાઉલ(વાટકી) કોથમીરની ચટણી

ટોમેટો કેચપ

૨ tbsp પીઝા મસાલો

૨ tbsp સેન્ડવીચ મસાલો

ઓરેગાનો

ચીલીફ્લેકસ

બટર

ચીઝ ક્યુબ

રીત:

1) એક બાઉલ માં કેપ્સીકમ, કાંદા અને ટમેટા બધુ જીણું કાપી લો.

2) હવે તેમાં પીઝા મસાલો,સેન્ડવીચ મસાલો નાંખો. 
બરાબર મિક્ષ કરી લો.

3) હવે તેમાં કોથમીરની ચટણી,ટોમેટો કેચપ નાખો.

4) હવે તેમાં પીઝા મસાલો,સેન્ડવીચ મસાલો,કોથમીરની ચટણી,ટોમેટો કેચપ નાખેલી  બધી વસ્તુ બરાબર હલાવી લો.

5) 2 સ્લાઈઝ લો એ બન્ને બ્રેડ પર એક સાઈડ બટર લગાવો. અને એ બટર વાળી બ્રેડ નીચેની સાઈડ મુકો.ઉપર પણ બટર લગાવો.

6) હવે નીચેની સાઈડ બ્રાઉન અને થોડી ક્રીસપી થાય એટલે એ બંને સ્લાઈઝ ની સાઈડ ફેરવી લઈ બંને સ્લાઈઝ પર કોથમીરની ચટણી લગાવો.

7) હવે એક સાઈડ પર મિક્ષ કરેલ મિશ્રણ નાંખી તેના પર ઓરેગાનો
ચીલીફ્લેકસ નાંખી  બીજી સ્લાઈઝ તેના પર મુકી નોન સ્ટીક તવા પર મુકી ક્રીસ્પી બ્રાઉન કલર થાય એટલે એને બીજી સાઈડ ફરવી લો.

8) બીજી સાઈડ પણ ક્રીસ્પી બ્રાઉન કલર થવા દો પછી એને એક ડીશ માં કાઢી પીઝા કટર થી ચાર પીસ માં કટ કરી ઉપર બટર લગાવી ચીઝ નાંખી ગરમા ગરમ સર્વ કરો.

9)તો રેડી છે સેન્ડવીચ પીઝા.ઓરેગાનો ચીલીફ્લેકસ, કેચપ અને ચીઝ સાથે સર્વ કરો.


No comments:

Post a Comment