Saturday, June 27, 2020

ઓથેન્ટિક સ્ટાઈલ સાઊથ ઈન્ડીયન રેડ ચટણી.


નારિયેલ ચટણી તો બધી જગ્યા એ  મળતી જ હોય છે. પણ  રેડ ચટણી
નો સ્વાદ પણ એટલો સરસ લાગે છે કે તેને મોસ્ટલી બધીજ સાઉથ ઈન્ડિયન ડીશ સાથે સર્વ કરવા માં આવે છે.
ઘરમાં તો આ ચટણી બનાવવા ફક્ત 5 થી 10 મિનીટ લાગે છે. તો ચલો આજે જ બનાવી એ  ઓથેન્ટિક સ્ટાઈલ સાઊથ ઈન્ડીયન રેડ ચટણી..



સામગ્રી :

4-5 દાણા રાઈ

2 ચમચી તેલ

2 મિડીયમ કાંદા

2 મિડીયમ ટમેટા

2 કળી લસણ

2 ચમચી દાળીયા

1 ચમચી ચણાની દાળ

1 ચમચી નારીયેળ 

1ચમચી આખૂ જીરૂ

2 ચમચી આખા ધાણાં

5 થી 6 લીલા મરચાં

1 ટૂકડો આદૂ

3 થી4 સૂકૂ લાલ મરચાં

મીઠું

1 કપ પાણી

વઘાર માટે :

સૂકૂ લાલ મરચું

8થી10 દાણા અડદની દાળ

1/2 રાય

લીમડો

1. સૌ પ્રથમ  કાંદા ટમેટાને નાના નાના કાપીને સાઈડ પર રાખો.

2. હવે એક પેન માં  તેલ નાખી કાંદા નાખો. થોડુ સાંતળાઈ જાય એટલે તેમાં ટમેટા,લસણ, દાળીયા,ચણાની દાળ, નારીયેળ,આખૂ જીરૂ, આખા ધાણાં, લીલા મરચાં, આદૂ, સૂકૂ લાલ મરચાં,હળદર,લાલ મરચું અને મીઠું નાંખી તેને સાંતળી લો.અને બરાબર મિક્સ કરી લો અને તેને એક બાઉલ માં  ઠંડુ કરવા કાઢી લો. 

3. હવે તે ઠંડુ થાય એટલે મીક્સર માં ક્રશ કરી ને સ્મૂધ પેસ્ટ બનાવો.જરૂર લાગે તો પાણી એડ કરવૂં.(લાલ મરચુ કે મીઠું ઓછુ લાગે તો અેડ કરી શકાય)

4. વઘાર માટે: 

હવે એક પેન માં 2 ચમચી જેટલૂ તેલ લઈને તેમાં રાય નાંખી ક્રેકલ થવા લાગે એટલે તેમાં અડદની દાળ નાખી બ્રાઉન કલર થવા લાગે એટલે તેમાં લીમડો અને 1સુકુ લાલ મરચું નાખી બાઉલ માઅં કાઢેલ ચટણી પર વઘાર કરી  ઈડલી,ડોસા તેમજ સાઉથ ઈન્ડીયન બધી જ રેસીપી સાથે સર્વ કરો.


No comments:

Post a Comment