Saturday, July 11, 2020

પોટેટો રોસ્ટી

ઘણા બધા મેરેજ ફંકશન માં આ પોટેટો રોસ્ટી ટેસ્ટ કરી હશે, મે પણ  ઘણી ટેસ્ટ કરી હતી પણ આ લોકડાઉન ટાઈમ મા મને થયુ આ જે હું જ આ રોસ્ટી ઘરે ટ્રાઈ કરી જોઉં, અને મારી પહેલી ટ્રાઈ માંજ આ પોટેટોરોસ્ટી ત્યા જેવી બની તો આજે તમારા સાથે પણ હુ શેર કરવા માંગુ છુ, આશા છે તમે પણ આ રીત થી બનાવવાની ટ્રાઈ કરશો.


Course:  સ્ટાર્ટર
Keyword: પોટેટોરોસ્ટી
Prep.Time: 15 મીનીટ
Cook Time : 10 મીનીટ
Total Time: 25 મીનીટ
Serving :  4 Person
Author: ખુશ્બુ દોશી.
 

સામગ્રી :

3 મીડીયમ પોટેટો

2½ tbsp કોર્નફ્લોર

2tsp ઓરેગાનો

1 tsp ચીલી ફ્લેક્સ

1tsp બારીક સમારેલ લીલા મરચાં

ચપટી મરી પાવડર

2 ચીઝ ક્યુબ


રીત:

1. સૌ પહેલા બટેટા ને ધોઈને એક ડીશમાં પ્રોપર છીણી લો.હવે આ બટેકા ને છીણી ને 5 થી 6 વાર પાણી થી ધોઇ લો. (જયાં સુધી આ પોટેટો ક્લીન ના થાઇ જાય) અને એક ટિશ્યુ પેપર પર લઈ આને સુકાવા માટે કાઢી લો.

2. ત્યાર બાદ હવે તે પૂરેપૂરા કોરા થઈ જાય એટલે એક બાઉલમાં લઈ લો અને તેમાં કોર્નફ્લોર નાંખી બરોબર હલાવી લો.હવે તેમાં ઓરેગાનો,ચીલી ફ્લેક્સ, બારીક સમારેલ લીલા મરચાં અને ચપટી મરી પાવડર નાખી સ્પેચ્યુલા ના મદદથી હલાવી લો.

3. હવે ગેસ પર નોન સ્ટીક તવી મુકો, હવે તેના રોસ્ટી માટે બનાવેલ મીક્ચર ને હાથ ના મદદથી અથવા સ્પુન થી લઈ ને તવા પર મુકી થોડો ગોળ શેઈપ પણ આપી દો એજ રીતે બીજી બે રોસ્ટી પણ  તવા પર સેટ કરો  અને મીડીયમ ફ્લેમ પર પકાવો.

4. હવે તેના પર તેલ નાંખો ત્યાર બાદ નીચેની સાઈડ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે બીજી સાઈડ ફેરવી બીજી સાઈડ પણ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેને સર્વીંગ પ્લેટ માં લઈ લો.

5. હવે તેના પર છીણેલૂ ચીઝ (optional) નાંખી ટોમેટો કેચપ સાથે  ગરમા ગરમ સર્વ કરો.

No comments:

Post a Comment