Thursday, July 16, 2020

જીની ઢોસા (JINI DOSA) :


જીની ઢોસા એ મુંબઈનું એક ફેઈમસ સ્ટ્રીટ ફૂડ છે.  આ એક ફ્યૂઝન ડીશ છે જેમા  મુંબઈ સ્ટાઈલ મસાલાઓ સાથે સાઉથ ઈન્ડિયન  ઢોસાનું એક મિશ્રણ છે . આંમા વેજ. અને ભરપુર ચીઝ સાથે સર્વ કરવામાં આવે છે.

Cuisine:       સાઉથ ઈંન્ડિયન
Keyword:     જીની ઢોસા
Prep.Time:   20 મીનીટ
Cook Time : 15 મીનીટ
Total Time:   35 મીનીટ
Serving :       03 Person
Author:          ખુશ્બુ દોશી.


સામગ્રીઃ

1 મોટો બાઉલ                 ઢોસા નું ખીરૂં

જીની ઢોસા  માટેનુ પુરણ માટેની સામગ્રી :

1 નાની સાઈઝનો     -       બારીક સમારેલ કાંદો 

1 નાની સાઈઝનું      -       બારીક સમારેલ ટમેટું

1 નાની સાઈઝનું      -      બારીક સમારેલ કેપ્સીકમ

1 cup                   -       બારીક સમારેલી કોબી

2 tsp                    -       કાશ્મીરી લાલ મરચું

2 Tbsp                -       સેઝવાન સોસ

2 Tbsp                -       કેચપ

1 tsp                    -       પાંઉભાંજી મસાલો

¼tsp                    -       ચાટ મસાલો

1½ tsp                -        પેપ્રીકા/ચીલી ફલેકસ

1 ચમચી               -         કોકોનટ ચટણી (optoonal)

ચપટી મરી પાવડર

મીઠું સ્વાદ મુજબ

બારીક સમારેલ કોથમીર

અમૂલ બટર

3 ક્યુબ અમૂલ ચીઝ (છીણેલ)

મેયોનીઝ

કેચપ

રીત :

1. સૌ પ્રથમ એક બાઉલ માં જીની ઢોસા માટેનો ફીલીંગ રેડી કરો તો એના માટે એક બાઉલ માં બારીક સમારેલ કાંદો,  બારીક સમારેલ ટમેટું ,બારીક સમારેલ કેપ્સીકમ, બારીક સમારેલી કોબી, કાશ્મીરી લાલ મરચું
સેઝવાન સોસ, કેચપ,  પાંઉભાંજી મસાલો, ચાટ મસાલો  પેપ્રીકા/ચીલી ફલેકસ કોકોનટ ચટણી (optional), ચપટી મરી પાવડર, મીઠું સ્વાદ મુજબ, બારીક સમારેલ કોથમીર અને ચીઝ નાખી સાપેટ્યુલા ના મદદથી હલાવી લો.

2. ઢોસાના ખીરા માં મીઠું નાખી હલાવી લો. હવે ઢોસાની તવી ને ગેસ પર ગરમ કરવા મુકો, હવે ગરમ થઈ જાય એટલે એને ભીના કપડાથી લુછી લો, હવે ફ્લેમ ધીમો કરી એક નાની વાટકી ક્યાંતો  ચમચાં ના મદદ થી મોટો ઢોસો પાથરો.

3. હવે તેના પર બટર લગાવી લો, ઢોસો ગોલ્ડન અને ક્રીસ્પ થાય  ત્યારબાદ તેના પર થોડી ગ્રીન ચટણી અને કેચપ નાંખી ને તવેથાના મદદથી બધી સાઈડ લગાવી લો, હવે ઢોસા માં નાખવાનુ પુરણ નાખી બધી સાઈડ સ્પ્રેડ કરી લો,હવે થોડીવાર પાકવા દો હવે તેના પર ભરપુર ચીઝ નાખી એને ક્રીસ્પ થવા દો.

4. હવે ઢોસો ક્રીસ્પ થાય પછી રોલ વાળી લો, અને તેના નાના નાના પીસ કરી લો તેના પર છીણેલ ચીઝ અને કોથમીર નાંખી અને સર્વીંગ પ્લેટમાં મેયોનીઝ, કેચપ, સાંભાર અને ચટણી સાથે સર્વ કરો.

5. તો રેડી છે ગરમા ગરમ જીની ઢોસા.



No comments:

Post a Comment