Wednesday, July 15, 2020

ફ્રેશ પેન બેઝ /થીન ક્રસ્ટ વેજ. ચીઝ પીઝા

આ લોકડાઉન અને કોરોના ના લીધે આપણે બધાજ ડોમીનોઝ પીઝા ને મીસ કરી રહ્યા છે. તેમજ પીઝા તો મારા ખુબજ પ્રીય છે અને હુ પણ પીઝા ને મીસ કરી રહી છુ. તો મે આજે ઘરે જ ડોમીનોઝ સ્ટાઈલ ફ્રેશ પેન બેઝ /થીન ક્રસ્ટ વેજ. ચીઝી પીઝા ઘરેજ બનાવ્યા છે. અને એનો ટેસ્ટ,ટેક્સ્ચર સેમ ડોમીનોઝ ના ટેસ્ટ જેવોજ આવશે.આ  થોડી પીઝા બનાવવાનુ મહેનતી છે.પણ જો તમે મીસ કરી રહ્યા હોવ તો આજે જ તમે પણ ફ્રેશ પેન બેઝ /થીન ક્રસ્ટ વેજ. ચીઝી પીઝા ઘરે બનાવો. તમારા બળકો પણ ખુબજ ખુશ થઈ જશે.

Cuisine:  ઈટાલીયન
Keyword: ફ્રેશ પેન બેઝ /થીન ક્રસ્ટ વેજ. પીઝા 
Prep.Time:   03 કલાક
Cook Time : 25 મીનીટ
Total Time:   03 કલાક 25 મીનીટ
Serving :  3 Person
Author: ખુશ્બુ દોશી.
 

સામગ્રી:

પીઝા બેઝ બનાવવા માટેની સામગ્રી: 

1 cup         -  મેંદો

1 ½ tsp      -  ડ્રાય યીસ્ટ/ ઈન્સ્ટન્ટ યીસ્ટ

1 tsp          -   ખાંડ

2 tbsp        -    અમુલ બટર

½હcup       -    હુંફાળું પાણી

1 cup          -     હુંફાળું દુધ

ચપટી મીઠું

મેંદો

ઈન્સ્ટન્ટ પિઝા ટોપીંગ માટે :

1 cup           -     ટોમેટો કેચપ

2tbsp           -     રેડ ચીલી સોસ

1 tsp            -      ગ્રીન ચીલી સોસ

1tsp             -       ઓરેગાનો

1½ tsp          -      ચીલીફ્લેક્સ

1tsp               -     પીઝા મસાલો

ટોપિંગ્સ માટે :

1 નાનો               -     કાંદો (ક્યુબ કટીંગ)

1 નાનુ                -     ટમેટુ  સ્લાઈઝ કાપેલ

1 નાનુ                -    કેપ્સીકમ સ્લાઈઝ કાપેલ

2 કપ                 -    અમુલ મોઝરેલા ચીઝ

3ક્યૂબ                -    અમુલ ચીઝ 

2 tbsp.              -   મેયોનીઝ

1tsp                   -   પિઝા સીઝનીંગ

1½ tsp.               -  ચીલીફ્લેક્સ

પનીર/મશરૂમ નાંખવા હોય તો લઈ શકાય.



રીત: 

ઈન્સ્ટન્ટ પિઝા ટોપીંગ બનાવવા માટે :

1. એક બાઉલ માં ટોમેટો કેચપ , રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ,  ઓરેગાનો, ચીલીફ્લેક્સ, પીઝા મસાલો અને પિઝા સીઝનીંગ નાખી પ્રોપર મીક્સ કરી લો.ઈન્સ્ટન્ટ પિઝા ટોપીંગ રેડી છે

પીઝા બેઝ બનાવવા માટેની રીત;

1. સૌ પ્રથમ એક કપ માં હુફાળુ પાણી લઈ તેમાં ડ્રાય યીસ્ટ/ ઈન્સ્ટન્ટ યીસ્ટ ખને ખાંડ નાખી સ્પુન ના મદદથી હલાવી લઈ એને ઢાંકી લઈ એકટીવ કરવા સાઈડ પર મુકો.

2. હવે એક બાઉલ માં મેંદો લો, વચ્ચે થોડો ખાડો કરી લઈ તેમાં મીઠુ અને બટર નાખી મીક્સ કરી દો. હવે આ યીસ્ટ પણ એકટીવ થઈ ગયુ હશે એ બધા યીસ્ટ વાળું પાણી લોટ બાંધો હવે તેમા થોડુ થોડુ જરૂર મુજબ દુધ નાખી સોફ્ટ લોટ રેડી કરો.  લોટ બહુ કડક કે બહુ સોફ્ટ ન થાય એ ધ્યાન રાખવું. 

3. હવે પ્લેટફોર્મ પર બટર નાખીને આ લોટ લઈ  મસળી લો. પ્લેટફોર્મ સ્ટીક ન થાય અને લીસો થવા લાગે એટલે હવે એ લોટ બાઊલ માં મુકી તેના પર ક્લીન વ્રેપ અથવા ડીશ ઢાંકી 1 થી 2 કલાક  સુધી સેટ થવા મુકી દો.

4. હવે 1 કલાક બાદ તમારો પિઝા નો લોટ ફુલી ગયો હશે મતલબ એ લોટ રેડી।  થઈ ગયો છે. હવે આ લોટને બહૂ મસળવાની જરૂર નથી, પ્લેટફોર્મ પર બટર નાખી ને લોટ લઈ મસળી લઈ સ્કરેપર નાં મદદ થી બે ભાગ કરો,
બીજી બાજુ માઈક્રોવેવ ઓવનને 180° પર 10 મીનિટ પ્રીહીટ કરવા મુકો.

5. પ્રીહીટ થાય ત્યાં પ્લેટફોર્મ પર મેંદો નાખી પીઝાનાં લૂવાને હાથ ના મદદથી પ્રેસ કરી  દબાવો  હવે વેલણના મદદ થી મોટી રોટલી વણી લો બહુ પાતળી ન થઈ જાય એ ધ્યાન રાખવું. હવે ઓવાન સાથે બ્લેક નોનસ્ટીક પેન આવે એના પર આ રોટલી મુકી અને બહાર વધેલી કોરને અંદરના સાઈડ કોર વાળી લો અને તેના પર બટર લગાવો.

6. હવે તેવા પર પીઝા સોસ અને માયોનીઝ નાંખી સ્પ્રેડ કરી  લોટ્સ ઓફ છીણેલ ચીઝ ક્યૂબ,અમુલ મોઝરેલા ચીઝ નાખી તેના પર પિઝા સીઝનીંગ,ચીલીફ્લેક્સ સ્પ્રીંકલ કરી તેના પર કાંદો (ક્યુબ કટીંગ) ટમેટા અને કેપ્સીકમ સ્લાઈઝ કાપેલ ગોઠવો. તેના પર ફરી પિઝા સીઝનીંગ,ચીલીફ્લેક્સ સ્પ્રીંકલ કરી પ્રીહીટેડ માઈક્રોવે ઓવનમાં 180° કન્વેકશન મોડ પર 25 મીનીટ માટે બેક કરવા મુકો. 6- 7 મીનિટ બાકી રહે એટલે એકવાર ઓવન સકટોપ કરી ચેક કરી લેવું. ફરી  સ્ટાર્ટ કરી બેક કરવા મુકવું

7.  25 મીનીટ બાદ ઓવન માંથી  કઢી લો,તો  આ ડોમીનોઝ સ્ટાઈલ ફ્રેશ પેન બેઝ /થીન ક્રસ્ટ પીઝા રેડી છે. તેને પીઝા કટર થી કટ કરી તેના પર પિઝા સીઝનીંગ,ચીલીફ્લેક્સ સ્પ્રીંકલ કરી કેચપ સાથે ગરમા ગરમ સર્વ કરો.


No comments:

Post a Comment